મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. આર્ટ્સ કોલેજમાં રોજગારીલક્ષી કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની યુ.એન. આર્ટ્સ કોલેજમાં રોજગારીલક્ષી કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના 'પ્લેસમેન્ટ સેલ' દ્વારા કોલેજના રોજગારી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નેશનલ હાઈવે પર આવેલ રોયલ આર્કેડ હોટેલને તેના જુદા જુદા વિભાગોમાં વિવિધ કાર્યો માટે કુશળતા ધરાવનાર વ્યક્તિઓની આવશ્યકતા હોવાને લીધે આ કોલેજના પ્લેસમેન્ટ સેલનો સંપર્ક સાધીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે.આર. દંગીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં હોટેલના મેનેજર ઉપાધ્યાય તથા ગોહિલ ઉપસ્થિત રહેલ હતા આ ઉપરાંત તેમણે હોટેલમાં કામ કરવા માટેના વિવિધ વિકલ્પો અને તેમાં આવશ્યક સ્કિલ અંગે વિદ્યાર્થીઓ સાથે વિગતે ચર્ચા કરેલ છે આ હોટેલમાં કામ કરવા માંગતા વિદ્યાર્થીઓની તેમણે વિગતો મેળવી આગળની કાર્યવાહી બીજા તબક્કામાં કરવાનું નક્કી કરેલ છે આ કાર્યક્રમમાં નોકરી મેળવવા ઇચ્છુક ૩૫ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કોલેજના પ્લેસમેન્ટ સેન્ટરના કો-ઓર્ડીનેટર ડો.રામ વારોતરીયાએ કરેલ હતું




Latest News