સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયામાં પાલણપીરની જગ્યાની કેબિનેટ મંત્રી મોદીએ લીધી મુલાકાત


SHARE





ટંકારાના હડમતીયામાં પાલણપીરની જગ્યાની કેબિનેટ મંત્રી મોદીએ લીધી મુલાકાત

ટંકારાના હડમતીયામાં આવેલ મેઘવાળ સમાજનું આસ્થાનું કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ પાલણપીર જગ્યાની મુલાકાત લઈને કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી, મંત્રી દેવાભાઈ પુંજાભાઈ માલમ, મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, ટંકારા તાલુકાના ભાજપના આગેવાન પ્રભુભાઈ કામરીયા, હડમતિયા ગામના આગેવાન પંકજભાઈ રાણસરીયાએ દર્શન કર્યા હતા આ પ્રસંગે મેઘવાળ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પુર્ણેશ મોદી સહિતનાનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ ધાર્મિક પાલણપીરધામ જગ્યાની મુલાકાત થતી હોય તે વેળાએ મંત્રી પુર્ણેશ મોદીપાલણપીરનો ઈતિહાસ જાણવા ઉત્સુક હોય તેમ જગ્યાના ગાદીપતિ અને આગેવાનો દ્વારા જીણવટ ભર્યો ઈતિહાસ જણાવ્યો હતો અને વધું જગ્યાનો વિકાસ થાય તે બાબતે અને તાજેતરમાં જ મંજુર થયેલ જગ્યાની બાજુમાંથી જ પસાર થતો સ્ટેટ હાઈવે રોડ તત્કાલીન નવનિયુક્ત અને ગુણવત્તા યુક્ત બને તેવી ગામ આગેવાનોએ રજુઆત કરી હતી




Latest News