વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર કાર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઇ ગયો


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી બાઇક લઇને પસાર થતા યુવાનના બાઇકને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઇક સવાર યુવાનના જમણા પગનો અંગૂઠો કપાઈ જતા અને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થતાં તેને સારવારમાં લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાખરાડા ગામે રહેતો ઓમદેવસિંહ સાવજુભા ગોહિલ જાતે દરબાર ઉંમર ૨૬ નામનો યુવાન પોતાનું બાઇક નંબર જીજે 36 એએ 8116 લઈને નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે 8 આર 2311 ના ચાલકે તેને અડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ બનાવમાં ઓમદેવસિંહના જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો હતો અને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી માટે ઇજા પામેલા ઓમદેવસિંહે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News