સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના જુના હડમતિયા રોડેથી ૩૨ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE





ટંકારાના જુના હડમતિયા રોડેથી ૩૨ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

ટંકારાના જુના હડમતિયા રોડ ઉપર સ્મશાન પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાન પાસેના બે થેલાને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેમાંથી ૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને બાઇક મળીને ૧૯૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલી દારુની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જુના હડમતિયા રોડ ઉપર આવેલ સ્મશાન પાસે કાચા રસ્તા ઉપરથી યુવાન બાઈક વિમલ પાન-મસાલાનાં બે થેલા લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને રોકીને પોલીસે તેની પાસે રહેલા વિમલ પાન મસાલાના બે થેલા  ચેક કર્યા હતા ત્યારે તે થેલામાંથી ભારતીય બનાવટનો ૩૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ બાઇક નંબર જીજે ૩૬ એબી ૪૮૧૯ જેની કિંમત ૧૦,૦૦૦ આમ કુલ મળીને ૧૯૬૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે સલીમ મુસાભાઇ ઉર્ફે બાબુભાઈ કૂમરીયા જાતે ખલીફા (ઉમર ૩૫) રહે. મેમણવાસ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે




Latest News