મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો 


SHARE









ટંકારા તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો 

રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોની સતત દરકાર રાખવામાં આવે છે. શાળાઓમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા શાળાના બાળકોની તંદુરસ્તી જાળવવા પ્રયત્નશીલ છે. બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડી ઓ અને શાળા પર કે અંગળવાડી પર ન જતા હોય એવા બાળકોને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મીબેન સેજપાલ દ્વારા ટંકારા ગામે આરોગ્ય વિભાગ અને આશા વર્કર અને ગ્રામજનોની હાજરીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત સંક્રમણ અટકાવવા કૃમિનાશકનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામ પંચાયત સદસ્ય દામજીભાઈ ઘેટીયા, ટંકારા તાલુકા મહિલા મોરચાના સોનલબેન બારૈયા બાળકો તેમજ આરોગ્ય સ્ટાફ વગેરે લોકો હાજર રહ્યા હતા.




Latest News