મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ થતાં કરાશે વિરોધ પ્રદર્શન


SHARE







મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ થતાં કરાશે વિરોધ પ્રદર્શન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરવામાં આવી છે જેથી કરીને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ત્યારે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાએ જણાવ્યુ છે કે, શુક્રવારે સવારે ૧૦ વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

વધુમાં તેને જણાવ્યુ છે કેગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૮ માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ છેલ્લા ૭ વર્ષ માં ૯ થી વધારે વખત પરીક્ષાના પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ થઈ છે બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથીએ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એક વાર નિરાશ અને હતાશ થયા છે. ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે અને પરીક્ષાઓ વહેલી તકે યોજવામાં નહીં આવે અને આવી ઘટનાઓ ફરી બનશે તો ગુજરાત યુવક કોંગ્રેસ છેક સુધી લડી લેવા તૈયાર છે.






Latest News