મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

હળવદના જોગડ પાસે બાઇક સ્લીપ થતાં કપાળ-મોઢામાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત


SHARE







હળવદના જોગડ પાસે બાઇક સ્લીપ થતાં કપાળ-મોઢામાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત

હળવદ તાલુકાના જોગડ ગામથી કીડી જવાના રસ્તા ઉપર સુમેરા તળાવ પાસે બાઈક ચાલક વૃદ્ધે પોતાના બાઈક ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી કરીને બાઈક સ્લીપ થઈ ગયું હતું અને વૃદ્ધને કપાળ તેમજ મોઢાના ભાગે ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું તેના મૃતદેહને હળવદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતનાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતક વૃદ્ધના ભાઈની ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જૂની જોગડ ગામે રહેતા બાજુભાઇ પુંજાભાઇ ઝિંઝુવાડીયા જાતે કોળી (ઉંમર ૭૦) પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એલએલ ૧૭૧૩ લઈને જોગડ ગામથી કડી વચ્ચે સુમેરા તળાવ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓએ પોતાના બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી કરીને બાઈક સ્લીપ મારી ગયું હતું અને બાજુભાઈ ઝીંઝુવાડીયાને કપાળ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક બાજુભાઈ ઝિંઝુવાડીયાના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં આ બનાવમાં મૃતકના ભાઇ લાભુભાઈ પૂંજાભાઈ ઝીંઝુવાડીયા જાતે કોળી (ઉંમર ૬૦) રહે. જોગડ વાળાની ફરિયાદ લઈને મૃતક વૃદ્ધની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબ હાથ ધરી છે






Latest News