સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE











મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબી શહેરના વિવિધ વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરના રહેણાક મકાનમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી ૧૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે મોરબીના આલાપ રોડ ઉપર નાલા પાસેથી ચાર બોટલ દારૂ સાથે બે શખ્સ મળી આવ્યા છે જેથી કરીને હાલમાં પોલીસે જુદીજુદી બે રેડમાં કુલ મળીને ૧૮ બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરે છે અને એક શખ્સને પકડવા માટે કવાયત ચાલુ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર કુલીનગર-૧ માં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને ત્યાં ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે શાહરૂખ અલારખા શાહમદાર જાતે ફકીરના કબજા વાળા ઘરમાંથી ૧૪ બોટલ દારૂ મળી આવ્યો હતો માટે પોલીસે ૧૧,૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શાહરૂખ અલારખા શાહમદાર ઘરમાંથી મળી આવ્યો ન હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

તો મોરબીના આલાપ રોડ ઉપરના પાસે નાલા પાસે ઉભેલા બે શખ્સોની પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી માટે ત્યાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ઉભેલા બે શખ્સો પાસેથી ચાર બોટલ દારૂ મળી આવતા પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં રઘુવીરસિંહ મહિપતસિંહ જાડેજા (ઉંમર ૩૩) રહે. કાલીકા પ્લોટ મોમાઈ ડેરી વાળી શેરી મોરબી તેમજ કેશવભાઈ કરમશીભાઈ ચંદ્રાલા જાતે પટેલ (ઉંમર ૫૦) રહે. આલાપ રોડ નવજીવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે 






Latest News