વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેના પાંચ સાગરીત ૧.૪૪ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE







ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેના પાંચ સાગરીત ૧.૪૪ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેની પોલીસે ઝડપી લીધેલ છે અને તેની પાસેથી ટંકારા પોલીસે હાલમાં સોનાનો ઢાળ વજન ૨૩ ગ્રામ, ચાંદીનો ઢાળ વજન ૪૭૪.૫૬૦ અને રોકડા રૂપીયા ૨૧,૦૦૦ આમ કુલ મળીને ,૪૪,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે

ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી જેથી પીએસઆઈ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ ટીમો કામ કરી રહી હતી ત્યારે ઘુનડા (ખા) થી રસનાળ ગામ તરફ જવાના રસ્તે સાંઘાસર સીમ પાસે આવેલ સોનબાઈ રૂપબાઈના મંદિર પાસે આવતા કુલ પાંચ ઇસમો શંકાસ્પદ હાલત હતા જેથી તેને રોકીને પાંચેયની પુછપરછ કરી અંગઝડતી કરતા તેની પાસેથી રોકડ રૂપીયા ૨૧,૦૦૦ અને સોનાનો ઢાળ વજન ૨૩ ગ્રામ જેની કિમંત રૂપીયા ૯૪,૦૦૦ તથા ચાંદીનો ઢાળ વજન ૪૭૪.૫૬૦ ગ્રામ જેની કિમત રૂપીયા ૨૯,૦૦૦ મળી આવેલ છે જેથી પાંચેય ઇસમો પાસેથી સોના અને ચાંદીના ઢાળ સહીતનો મુદામાલ કબજે કરેલ છે

આ શખ્સો પાસે બીલો કે આધારપુરાવા માંગતા તે નહી હોવાનુ જણાવતા ચોરીની શકપડતી મીલકત ગણી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે અને હાલમાં આરોપી મુકામ ભુરસિહ ડાવર (ઉ.30) રહે. રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી તાલુકો જોડીયા મુળ રહે. બેડી ફળીયુ અલીરાજપુર એમ.પી, જ્ઞાનસિહ સંપુ માવી (ઉ.૪ર) રહે. રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી મુળ રહે. બેડી ફળીયુ અલીરાજપુર એમ.પી, શંકર જુવાનસિહ ડામોર (ઉ.૨૧) હે. રસનાલ પ્રાગજીભાઈ પટેલની વાડી, માંજરીયા જ્ઞાનસિહ માવી (ઉ.૨૨) રહે. પીઠડ નિરૂભા જાડેજાની વાડી તાલુકો જોડીયા મુળ રહે. બેડી ફળીયુ અલીરાજપુર એમ.પી અને કાંટુ ઉર્ફે કાનો ગુમાનભાઈ પસાયા (ઉ.૩૧) રહે. રસનાલ અમરશીભાઈ પટેલની વાડી તાલુકો જોડીયા મુળ રહે. દેહદીયા ફળીયુ અલીરાજપુર એમ.પી. વાળાનો સમાવેશ થાય છે અને આ શખ્સોએ ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરી હોવાનું કબૂલાત આપેલ છે આ કામગીરી પીએસઆઈ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિંહ જાડેજાએ કરી હતી 




Latest News