મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનમાંથી ૨૨ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE













વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનમાંથી ૨૨ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના કારણે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને ઘરમાંથી ૨૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે પોલીસે ૮૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની અંદર વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા હકુભા ગઢવીના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી ૨૨ બોટલ દારૂ મળી આવ્યો હોય ૮૨૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે ગુનો નોંધી આરોપી લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા હકુભા ગઢવી (ઉંમર ૨૩) ઘરમાં હાજર મળી આવેલ ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના મકનપર ગામની સીમમાં બેચરભાઈની વાડીના રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અજીતભાઈ દિનેશભાઈ રાતેયા જાતે કોળી (ઉંમર ૩૩) રહે. જાલી ગામ વાળાની ધરપકડ કરેલ છે






Latest News