મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બુધવારે કયા ૩૦ સેન્ટર ઉપર આપવામાં આવશે કોરોના વેકસીન ? 


SHARE











મોરબી જીલ્લામાં બુધવારે ૩૦ સેન્ટર ઉપર ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને આપવામાં આવશે કોરોના વેકસીન  

રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને તા ૪/૬ થી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોરબી જીલ્લાનાં જુદાજુદા સેન્ટરો ઉપર કોરોના વેક્સિન આપવામાં આવે છે જેમાં ખાસ કરીને સરકરમાથી ડોઝ આવ્યા હોય તેને ધ્યાનમાં રાખીને સેન્ટરો નક્કી કરવામાં આવે છે ત્યારે બુધવારે મોરબી જીલ્લામાં કુલ મળીને ૩૦ સ્થળો ઉપરથી વેકસીન આપવામાં આવશે

મોરબી જીલ્લામાં ગત તા ૪/૬ થી ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને વેકશીન આપવામાં આવી રહી છે અને યુવાનો ઉત્સાહ ભેર વેક્સિન મૂકવી પણ રહયા છે જો કે, વેક્સિનના ડોઝ આવે તેના આધારે સેન્ટર નક્કી કરવામાં આવતા હોય છે અને તેમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે હાલમાં મોરબી જીલ્લામાં વેક્સિન મૂકવામાં આવે છે તે સ્થળોમાં મોરબી તાલુકામાં પીએચસી લાલપરપીએચસી ઘૂટું, પીએચસી આમરણ, પીએચસી ખાખરાળાસિવિલ હોસ્પીટલ મોરબી સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબીલીલાપર અર્બન હેલ્થ સેન્ટર, સોઓરડી અર્બન હેલ્થ સેન્ટર, રવાપર સબ સેન્ટર, જૂની પીપળી પ્રાથમીક શાળા, ગોકુલનગર પ્રાથમીક શાળા અને ત્રાજપર પ્રાથમીક શાળા, ટંકારા તાલુકામાં સાવડીલજાઈમ નેસડા અને નેકનામ, માળીયા તાલુકામાં ખાખરેચી, સરવડ અને વવાણિયા, વાંકાનેર સિંધાવદરકોઠી, ઢુવાસબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદટીકર, માથક, રણજીતગઢ, ચરાડવા અને મયૂરનગર ગામનો સમાવેશ થાય છે અને બુધવાર માટે મોરબી જીલ્લામાં કુલ મળીને ૩૬૦૦ ડોઝ આપવામ આવેલ છે 

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News