મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પક્ષ-પ્રજા દ્વારા જે જવાબદારી સોપવામાં આવી તેને પૂરી કરવામાં કોઈ કચાશ નહીં રાખું: દેવાભાઈ અવાડિયા  


SHARE































સંપૂર્ણ પારદર્શક વહીવટ કરીને લોકોની સુખકારીમાં વધારો થાય તેના માટેના કામોને આપવામાં આવશે પ્રાધાન્ય: સામાકાંઠે વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ વહેલી તકે કરવામાં આવશે પૂરી: ભાવિકભાઈ જારીયા

મોરબી પાલિકામાં વિવિધ કમિટીઓની રચના થતાની સાથે જ બીજા જ દિવસે ચેરમેનો દ્વારા વિધિવત રીતે ચાર્જ સાંભળી લેવામાં આવેલ છે ત્યારે અગાઉ મોરબી પાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી ચૂકેલા દેવાભાઈ અવાડિયાને હાલમાં મોરબી પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને મોરબી પાલિકાની મહત્વની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દેવાભાઈ અવાડિયા વિધિવત રીતે ચાર્જ સાંભળી લીધો છે ત્યારે આગામી એક વર્ષમાં મોરબીને પેરિસ બનાવવાની પાણીદાર ખાતરી દેવભાઈ અવાડિયા આપવામાં આવેલ છે

મોરબીના સંપૂર્ણ અને સમતોલ વિકસ માટે લોકોને ભાજપ તરફી સ્પષ્ટ જનાદેશ છેલ્લી સામાન્ય ચુંટણીમાં આપ્યો છે ત્યારે આગામી પાંચ વર્ષમાં મોરબીની કાયાપલટ થશે તેવી સહુ કોઈને આશા અને અપેક્ષા છે તેવામાં સોમવારે પાલિકાના બોર્ડમાં વિવિધ સમિતિની રચના કરીને ચેરમેનની વરણી કરવામાં આવેલ છે ત્યાર બાદ જુદીજુદી સમિતિના ચેરમેનો દ્વારા ચાર્જ સાંભળી લેવામાં આવેલ છે અને આ તકે મોરબી પાલિકામાં અગાઉ પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી ચૂકેલા દેવાભાઈ અવાડિયાને હાલમાં મોરબી પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને તેમણે મંગળવારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સાંભળી લીધેલ છે ત્યારે લોકોને મીઠા મોઢા પણ તેમના દ્વારા કરાવવામાં આવ્યા હતા આવી જ રીતે ટાઉન પ્લાનીંગ ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, ગેરેજ સમિતિના ચેરમેન ભાવિકભાઈ જારિયા અને પાણી પુરવઠા ચેરમેન બ્રિજેશભાઈ કુંભારવાડિયા સહિતનાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે

આ તકે મોરબી પાલિકાની મહત્વની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, પક્ષ અને પ્રજાએ તેમને જે જવાબદારી સોપી છે તેને પૂરી કરવામાં કોઈ કચાશ રાખવામા આવશે નહીં અને સંપૂર્ણ પારદર્શક વહીવટ કરીને લોકોની સુખકારીમાં વધારો થાય તેના માટેના કામોને આગામી વર્ષોમાં પ્રાધાન્ય આપવામાં આવશે વધુમાં તેમણે એવિ પાણીદાર ખાતરી પણ આપી હતી કે, આગામી એક વર્ષમાં મોરબીની કાયાપલટ કરવામાં આવશે અને મોરબીને ફરી પેરિશ બનાવવા માટે તે અને તેની ટીમ કામ કરશે તો ગેરેજ કમિટીના ચેરમેન ભાવિકભાઈ ભરતભાઈ જારીયાએ ચાર્જ સંભાળ્યા પછી કહ્યું હતું કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે ઝડપથી ત્યાં નવું ફાયર સ્ટેશન બને તેના માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવશે મોરબી પાલિકામાં ચેરમેનો દ્વારા ચાર્જ સાંભળવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલ જારીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી રીશીપ કૈલા, ભાવેશભાઈ કંઝરિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને ચીફ ઓફિસર સહિતના આગવાનો, ચેરમેનો તેમજ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”












Latest News