મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ભારતમાં સૌપ્રથમ મોરબીના આઇટીઆઇમાં મેડિકલ વિભાગના ટ્રેનીંગ લીધેલ સ્ટાફ માટે જનરલ ડ્યુટી ઓફિસર કોર્ષ શરૂ કરાયો


SHARE











ભારતમાં સૌપ્રથમ મોરબીના આઇટીઆઇમાં મેડિકલ વિભાગના ટ્રેનીંગ લીધેલ સ્ટાફ માટે “જનરલ ડ્યુટી ઓફિસર” કોર્ષ શરૂ કરાયો

મોરબી જિલ્લામાં હોસ્પિટલો તો ઘણી શરૂ કરવામાં આવી છે જો કે, દર્દીઓની સારવાર માટે જરૂરી ટ્રેનિગ લીધેલ સ્ટાફ ન હોવાથી ઘણી વખત હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબીના આઇટીઆઇમાં ખાસ કરીને જનરલ ડ્યુટી ઓફિસર નામનો કોર્ષ શરૂ કરવામાં આવેલ છે જેમાં ૪૨૦ કલાકની તાલીમ લીધા બાદ વિદ્યાર્થી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દર્દીની સારી રીતે સારવાર કરી શકે છે. 

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ અને તેના પરિવારજનોએ ન જોવાના દ્રશ્યો જોયા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, ત્યારે કલાકો સુધી મેડિકલનો સ્ટાફ કામ કરતો હતો તો પણ દર્દીઓના ધસારા સામે તેની કામગીરી ટૂંકી પડતી હતી અને ઘણી વખત ઘરે જ સારવાર લેતા દર્દીઓ માટે મેડિકલનો સ્ટાફ મળતો પણ ન હતો જેથી કરીને ઘણા લોકોને પોતાના સ્વજનોને ડોક્ટરના કહેવા મુજબ ઘરે ઈંજેકશન આપીને સારવાર આપી હતી આ હક્કિત છે ત્યારે આગામી દિવસોમાં જો આવી પરિસ્થિતિ આવે તો પેરા મેડિકલ સ્ટાફની અછત ન સર્જાય તે માટે મોરબીના આઇટીઆઇ ખાતે જનરલ ડ્યુટી ઓફિસર નામનો કોર્ષ શરૂ કરવામાં આવેલ છે. 

મોરબીના આઇટીઆઇમાં જે જનરલ ડ્યુટી ઓફિસર નામનો કોર્ષ શરૂ કરવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે આઈ.એમ.સી. કમિટીના ચેરમેન રાજુભાઇ ઘમાસણા, સભ્ય દિલીપભાઇ આદ્રોજા, અમિતભાઈ કાસુન્દ્રા, આઈટીઆઇના પ્રિન્સિપાલ આર.બી. પરમાર, રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા સહિતનાઓની હાજરીમાં પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, જેમ બીજા ક્ષેત્રમાં ટ્રેનિગ લીધેલા સ્ટાફની જરૂર છે તેમ મેડિકલ ક્ષેત્રમાં પણ ટ્રેનિગ લીધેલા સ્ટાફની માંગ છે જેથી કરીને તેઓની કમિટીએ વિચાર કરીને સરકારમાંથી પેરા મેડિકલ સ્ટાફનો કોર્ષ ચાલુ કરવા માટેની મંજૂરી લીધેલ હતી અને હાલમાં તેની પહેલી બેંચને કાર્યરત કરવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યુ હતું કેમોરબી આઇટીઆઈ ખાતે મેડિકલ લઈને ટ્રેનિગ લીધેલા સ્ટાફને તૈયાર કરવા માટે જનરલ ડ્યુટી ઓફિસર નામનો કોર્ષ શરૂ કરવામાં આવેલ છે તે ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં સૌપ્રથમ મોરબીના આઇટીઆઇમાં શરૂ કરવામાં આવેલ છે આ કોર્ષમાં જોડાવા માટેની લયકાતમા ધો. ૧૦ પાસ ફરજિયાત છે અને જે વિદ્યાર્થી આ કોર્ષમાં જોડાઈ છે તેને થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ મોરબીના સહકારથી આપવામાં આવી રહી છે.
 

રાજુભાઇ ઘમાસણાએ જણાવ્યુ હતું કે, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પી.કે.દૂધરેજિયા તરફથી આ કોર્ષને શરૂ કરવા માટે ખૂબ સારો સહકાર મળ્યો છે અને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પીટલમાં ફીઝીકલ ટ્રેનિંગ અપાઇ છે. ત્યાં ડોક્ટરની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને તાલીમ મળે છે અને આ કોર્ષમાં તાલીમ લીધા પછી સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં સારા પગાર સાથેની જોબની તક વધી જાય છે વિદ્યાર્થીને દર્દીઓને ડ્રેસિંગઇમરજન્સી ટ્રીટમેન્ટગ્લુકોઝ બોટલ લગાવવાપ્રિસ્ક્રિપ્શન મુજબ દવા આપવા તેમજ ડ્યુટીને લાગતી તાલીમ આપવામાં આવે છે અને કોર્ષ પૂરો થાય પછી સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.




Latest News