મોરબી : કુરુક્ષેત્રમાં યોજાયેલા અખિલ ભારતીય સંસ્કૃતિ મહોત્સવમાં સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ મોરબી: લીલાપર સિરામીક સીટીની ઓરડીમાંથી 47 બોટલ દારૂ પકડાયો, ડી-માર્ટ પાસેથી એક બોટલ સાથે એકની ધરપકડ મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટના જુદા-જુદા બનાવોમાં યુવાન, બાળક અને યુવતી સારવારમાં મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી મોરબી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬ ની ઉજવણી કરાઇ મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર


SHARE







































મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને લોહાણા સમાજના મહિલા અગ્રણી ગૌ.વા.માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે પરિવારજનો દ્રારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.ત્યારે મોરબી લોહાણા સમાજના મહિલા અગ્રણી ગૌ.વા.માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ (જીતુભાઇ આર.કે.) ની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે તેમના પવિત્ર અત્માની શાંતિઅર્થે જીતેન્દ્રભાઈ કક્કડ, અર્જુનભાઈ કક્કડ, લખનભાઈ કક્કડ સહીતના પરિવારજનો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નૈમિષભાઈ પંડિત, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત,કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ,ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.














Latest News