મોરબી : કુરુક્ષેત્રમાં યોજાયેલા અખિલ ભારતીય સંસ્કૃતિ મહોત્સવમાં સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ મોરબી: લીલાપર સિરામીક સીટીની ઓરડીમાંથી 47 બોટલ દારૂ પકડાયો, ડી-માર્ટ પાસેથી એક બોટલ સાથે એકની ધરપકડ મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટના જુદા-જુદા બનાવોમાં યુવાન, બાળક અને યુવતી સારવારમાં મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી મોરબી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬ ની ઉજવણી કરાઇ મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી


SHARE







































નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી

નાગરિકોને પાયાની અને અત્યંત આવશ્યક એવી પીવાના શુદ્ધ પાણીની સુવિધા નિયમિતપણે મળી રહે તે માટે સરકાર અને મોરબી વહીવટી તંત્ર દ્વારા સતત લોકહિતલક્ષી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં ટંકારા વિસ્તારના ગ્રામીણ નાગરિકોની જળ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવેલી "નવીન વિરપર હેડવર્ક્સ" યોજના જનહિતમાં એક મહત્વપૂર્ણ પ્રકલ્પ બનવા પામેલ છે.

જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત સુઆયોજિત અમલીકરણ સાથે કુલ ૩,૫૩,૪૭,૦૦૦ ના ખર્ચે સાકાર થયેલા "નવીન વિરપર હેડવર્કસ" ખાતે ૬.૦૦ MLD ક્ષમતાનો અદ્યતન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૧૮ લાખ લીટર ક્ષમતાનો સંપ, ૮ લાખ લીટર ક્ષમતાની ઊંચી ટાંકી, ૧ નંગ પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, સ્ટાફ ક્વાટર, આરસીસી રોડ તથા કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટંકારા ગ્રુપ સુધારણા યોજના અંતર્ગતના "નવીન વિરપર હેડવર્કસ" હેઠળ કુલ ટંકારા તાલુકાના ૨૦ ગામો અને પરાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગામોને "નવીન વિરપર હેડવર્કસ" ખાતેના ૬.૦૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત પાણીને યોગ્ય રીતે ફિલ્ટર કરીને ક્લોરીનયુક્ત શુદ્ધ પીવાનું પાણી નિયમિત પૂરું પાડવામાં આવી રહેલ છે. શુદ્ધ અને સુરક્ષિત પાણીની નિયમિત ઉપલબ્ધતાથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થવા સાથે દૈનિક કામકાજમાં પણ મોટી રાહત મળી છે.

આ યોજનાનો લાભ ટંકારા તાલુકામાં ૨૦ ગામોના અંદાજે ૪૧,૪૭૬ જેટલા નાગરિકોને મળી રહ્યો છે. લાભાર્થી ગામોમાં હડમતિયા, વિરપર, લજાઈ, ધ્રુવનગર, રાજપર, નશીતપર, નવું નશીતપર, પંચાસર, શિવનગર, થોરાળા, અમરાપર, નાગલપર, માણેકવાડા, સરદારનગર, મોટીવાવડી, ગાંધીનગર, ચાંચાપર, રામેશ્વરનગર, ગુલાબનગર અને ખાનપરનો સમાવેશ થાય છે. સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને નિયમિત પાણી પુરવઠાની વ્યવસ્થા સાથે પૂર્ણ થયેલી "નવીન વિરપર હેડવર્ક્સ" યોજના જેવા વિકાસ પ્રકલ્પો મોરબી જિલ્લાના ગ્રામીણ વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે એક મજબૂત આધાર બની રહી છે.














Latest News