મોરબી : કુરુક્ષેત્રમાં યોજાયેલા અખિલ ભારતીય સંસ્કૃતિ મહોત્સવમાં સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ મોરબી: લીલાપર સિરામીક સીટીની ઓરડીમાંથી 47 બોટલ દારૂ પકડાયો, ડી-માર્ટ પાસેથી એક બોટલ સાથે એકની ધરપકડ મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટના જુદા-જુદા બનાવોમાં યુવાન, બાળક અને યુવતી સારવારમાં મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી મોરબી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬ ની ઉજવણી કરાઇ મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં નજરબાગથી ભડિયાદ સુધીના રોડની કામગીરીનો મેયરની હાજરીમાં પ્રારંભ


SHARE







































મોરબીમાં નજરબાગથી ભડિયાદ સુધીના રોડની કામગીરીનો મેયરની હાજરીમાં પ્રારંભ

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ વેગ આપવા તથા નાગરિકોને સુગમ, સલામત અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના રોડની કામગીરીનો આજ રોજ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ રોડની કામગીરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ફાળવવામાં આવેલ આઉટગ્રોથ ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી માટે કુલ ૪,૦૦,૯૫,૦૦૦ ની રકમ મંજૂર કરવામાં આવેલ છે. મોરબીમાં નઝરબાગ ખાતે યોજાયેલ કામગીરીના પ્રારંભ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન રવિ સનાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથ ભરાસરા, કોર્પોરેટર મંજુલાબેન ચૌહાણ, માનુબેન શિયાળ તેમજ સ્થાનિક આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. અને મહાનુભાવોના હસ્તે રોડની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કામગીરી પૂર્ણ થવાથી નઝરબાગથી ભડિયાદ ગામ સુધીના વિસ્તારના નાગરિકોને અવરજવરમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે તેમજ આઉટગ્રોથ વિસ્તારના વિકાસને વેગ મળશે. સાથે જ સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારી માર્ગ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.














Latest News