મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી


SHARE









વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી

મોરબી જિલ્લામાં  પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે, શિક્ષકોથી કે.જી.થી પી.જી.સુધી ચાલતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જે શિક્ષકોના હિતોના રક્ષણ માટે, શિક્ષકોના પ્રશ્નો માટે સતત,અવિરત, કાર્યરત સંગઠન છે,શિક્ષકોના પ્રશ્નનોની સાથે સાથે રાષ્ટ્રસેવા માટે પણ શૈક્ષિક મહાસંઘ સમર્પિત છે,ત્યારે અખિલ ભારતીય સ્તરે 15 લાખ જેટલી સભ્ય સંખ્યા ધરાવતા આ સંગઠન માટે વાંકાનેર તાલુકાની વર્તમાન મહાસંઘની ટીમ ખુબજ સરસ રીતે કાર્ય કરી રહી છે,પણ શૈક્ષિક મહાસંઘની કાર્યપ્રણાલી મુજબ નવા કાર્યકર્તાઓ તૈયાર થાય એ માટે નવી રચના કરવામાં આવેલ છે જેમાં અધ્યક્ષ તરીકે અશોકભાઈ સતાસિયાની આગવી કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે રિપીટ કરાયા છે, મંત્રી તરીકે કિશોરભાઈ સરવૈયા, સંગઠનમંત્રી તરીકે જીવરાજભાઈ પાટડીયા, ઉપાધ્યક્ષ તરીકે અમિતભાઈ ભાટિયા, રોહિતભાઈ ખાંડેખા, મહિલા અધ્યક્ષ તરીકે ડો.લાભુબેન કારાવદરા, મહિલા મંત્રી તરીકે ક્રિષ્નાબેન કાસુંદ્રા. કોષાધ્યક્ષ દિપકભાઈ કોટડીયા, સહ કોષાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, આંતરિક ઓડિટર મેરૂભાઈ ખાંડેખા, પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ કાલરીયા, કાર્યાલય મંત્રી જીતુભાઈ વાટકિયા જિલ્લા પ્રતિનિધિ નવઘનભાઈ દેગામા, પોપટભાઈ ઉતેળીયા અને નિરવભાઈ બાવરવાને જવાબદારી સોંપવામાં આવેલ હોય નવી ટીમની રચના કરવામાં આવતા શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ પુસ્તક અર્પણ કરી આવકાર અને અભિનંદન પાઠવ્યા હતાં.




Latest News