મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત


SHARE









ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત

ટંકારા નજીકથી ઇ સ્કૂટી લઈને પસાર થઈ રહેલા આધેડના વાહનને ટેન્કર ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડ ટેન્કરના પાછળના જોટામાં આવી જતા તેઓને કપાળ, વાસા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ચુનીલાલ વીરજીભાઈ વાઘડિયા (55)એ હાલમાં ટેન્કર નંબર જીજે 36 વી 8280 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ દાદા વાડી હોટલ પાસેથી તેઓના ભાઈ ઇ-સ્કૂટી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના ભાઈ નવનીતભાઈ વીરજીભાઈના ઇ-સ્કૂટીને હડફેટે લઈને તા અકસ્માત કર્યો હતો જે બનાવમાં ટેન્કરનો પાછળનો જોટો ફરિયાદીના ભાઈ ઉપરથી ફરી જતાં તેઓને કપાળ, માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટેન્કર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News