મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો


SHARE









વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો

વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં આવેલ ખાણમાં કામ જોવા માટે ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિતના બે વ્યક્તિને સ્થળ ઉપર ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાન સહિતના બે વ્યક્તિ પોતાની ગાડી લઈને ઓફિસે જતા હતા ત્યારે રસ્તામાં તેઓની ગાડી ઉભી રખાવીને થાર ગાડીમાં આવેલ શખ્સે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને પોતાની પાસે રહેલ પાઇપ ફરિયાદીને માથાના ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટમાં ખોરાણા રેલવે ફાટક સામે રહેતા કેવલભાઈ વનરાજભાઈ સોલંકી (23)એ કરસનભાઈ નગાભાઈ કરમુર રહે. કુવાડવા વાળાની સામે વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં ટમુબેન મોઢવાડિયાના નામ વાડી ખાણમાં ફરિયાદી તથા સાહેદ અજયભાઈ કામ જોવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે આરોપી બ્લેક કલરની થાર ગાડી નંબર જીજે 3 પીડી 0704 લઈને ફરિયાદી પાસે આવેલ અને માથાકૂટ કરીને ગાળો આપી હતી અને ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરેલ હતા અને ત્યાર બાદ ફરિયાદી તથા સાહેદ પોતાની ગાડી લઈને પાડધરા ઓફિસે જતા હતા ત્યારે આરોપીએ ફરિયાદી તથા સાહેદની ગાડી રોકાવીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને ફરી જ્ઞાતી પ્રત્યે અપમાનિત કરેલ અને બાદમાં પાઇપ વડે ફરિયાદીને માથાના ભાગે માર મારીને માથામાં ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News