મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં


SHARE









ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં

ટંકારાના વીરપર ગામ પાસે આવેલ શોરૂમ નજીક મારા મારિનો બનાવ બનેલ હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને 4 વ્યક્તિને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના વીરપર ગામે મહિન્દ્રાના શો-રૂમ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જ્યાં સામસામી મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ગુરમીતસિંહ અજીતસિંહ (35) રહે.માળીયા મિંયાણા, બિહારીદાન સાગરદાન ગઢવી (55) રહે.મહિન્દ્રા શોરૂમ ક્વાર્ટર વીરપર તા.ટંકારા, ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ બાવરી (35) રહે.સરદારનગર સોસાયટી ટંકારા અને કરણસિંગ કમલસિંગ સરદાર (21) રહે.જમજમનગર સોસાયટી ટંકારાને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના લખધીરપુર રોડ ખાતે થયેલ મારામારીમાં રાજેશભાઇ પ્રતાપભાઈ દેનીયા (25) રહે.વિસીપરા મોકબી ઉપર રાહુલ તથા તેની સાથેના ઇસમે પેટના ભાગે મારતા ઈજા પામેલ હોય રાજેશભાઈને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે નજરબાગ રોડ ઉપર વિન્ટેજ કારખાના પાસે અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા મહેશભાઇ વાઘજીભાઈ ડાભી (45) રહે.જીવરાજપાર્ક નજરબાગ રોડ મોરબી-2 ને 108 વડે અત્રેની સિવિલે  સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે જીઆઇડીસી પાસે થયેલા અકસ્માત બનાવમાં રાહુલ રામસિંગભાઈ નામના 34 વર્ષના યુવાનને ઇજા થયેલ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીની લીલાપર ચોકડી પાસે રીક્ષા અને આઇસર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજા થતાં આરીફ ઈબ્રાહીમ શાહમદાર (22) રહે. કાલીકા પ્લોટ મોરબીને ઈજા થયેલ હોય સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા
મોરબીના સામાકાંઠે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા બીપીનભાઇ જેરામભાઈ રાઠોડ નામના 28 વર્ષના યુવાનને ઘર પાસે થયેલ મારામારીમાં ઈજા થતા સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલીમભાઇ મામદભાઈ પઢિયાર (70) નામના વૃદ્ધને ત્યાં આવેલ રોયલ પ્રાથમિક શાળા નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તો મોરબીના રફાળેશ્વર ગામે પતિ દ્વારા માર મારવામાં આવતા નીરૂબેન દિનેશભાઈ બામણીયા નામના 40 વર્ષીય મહિલાને સારવાર લાવવામાં આવ્યા હતા.

યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ આદર્શ સોસાયટી ખાતે રહેતા પરિવારની માનસીબેન સચિનભાઈ વરાણીયા નામની 22 વર્ષની યુવતી દવા પી ગયેલ હોય તેણીને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.




Latest News