મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં


SHARE









વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં

વાંકાનેરના આણંદપર ગામે ભત્રીજાનું બાઇક મહિલાના ખાટલાને અડી ગયું હતું તે બાબતનો ખાર રાખીને યુવાનના ઘર ઉપર ચાર શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાં મહિલા સહિત કુલ 5 વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં બે વ્યક્તિઓના માથા ફાડી નાખ્યા હોવાથી તેઓને માથામાં ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આણંદપર ગામે ધાર પાસે ભરવાડ વાસમાં રહેતા કુકાભાઈ તખાભાઈ પરમાર (38)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જનકભાઈ વજાભાઈ સિંધવ, અજયભાઈ ભવનભાઈ ચૌહાણ અને શૈલેષભાઈ જગાભાઈ ચૌહાણ રહે. ત્રણેય વિઠ્ઠલપર અને રાહુલ ફુલાભાઈ ચૌહાણ રહે. નર્સરી ચોકડી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ભત્રીજા શૈલેષ ઘુઘાભાઈનું બાઈક આરોપી જનકભાઈના પત્ની પુનમબેનના ખાટલા સાથે અથડાયું હતું તે બાબતનો ખાર રાખીને ચારેય આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા તેના પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને જપાજપી કરી હતી ત્યારે આરોપી જનકભાઈએ પાઇપ વડે ફરિયાદીને ડાબા હાથની કોણીના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તથા માથામાં ડાબી બાજુએ કાન પાસે પાઇપનો ઘા મારીને માથામાં ગંભીર ઇજા કરી હતી તેમજ આરોપી અજયભાઈએ સાહેબ મનસુખભાઈને લાકડી વડે માથામાં અને કપાળ ઉપર માર મારીને માથું ફાડી નાખ્યું હતું જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી અને સાહેદ ઘુઘાભાઈને ડાબા હાથના પંજા તથા ડાબા પગના અંગૂઠામાં માર મારવામાં આવ્યો હતો અને આરોપી શૈલેષએ સાહેદ કાળુભાઈને ડાબા પગની પિંડી અને વાસાના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ આરોપી રાહુલે સાહેદ મંગુબેનને લાકડી વડે ડાબા હાથમાં બાવડાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ફરિયાદી તથા મનસુખભાઈને માથામાં ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી સારવારમાં
મોરબીના શનાળા રોડ કંડલા બાયપાસ આનંદનગર વિસ્તારમાં રહેતા સમોરાબેન સુભાષભાઈ રોય નામની 24 વર્ષની યુવતીએ ઘરે ગળામાં કાચના ટુકડા વડે ઇજા કરતા 108 વડે તેણીને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવતી સ્પામાં કામ કરતી હોય અને કોઈ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતમાં મનોમન લાગી આવેલ હોય તેણીએ આ પગલું ભરી લીધું હતું.

બાઇક સ્લીપ થતાં ઇજા

કચ્છ (ભુજ)ના ભચાઉ પાસે આવેલ રામદેવપીર વાંઢ વિસ્તારમાં રહેતો પાવન મુળુભાઇ કોળી નામનો 24 વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો. ત્યારે લાકડીયા ગામેથી જંગી ગામ જતા સમયે લલીયાણા ગામની ગોળાઈ પાસે બાઇક સ્લીપ થયેલ હોય ઇજા પામેલા યુવાનને સારવાર માટે અહીંયાની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News