મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું


SHARE









વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું

દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર ઘટક કક્ષાએ ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું સઘન આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજિન (Menstrual Hygiene), વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય સંભાળ અને પોષણના મહત્વ અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડી જાગૃત કરવામાં આવી હતી. સાથોસાથ "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અને દીકરીઓના કલ્યાણકારી વિકાસને લગતી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરીને તમામ કિશોરીઓને 'મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટ'નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, બાળ વિકાસ યોજના અધિકારી કલ્પનાબેન શુક્લ, મેડિકલ ઓફિસર જિનાલીબેન સંઘાણી, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News