મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા યોજાઈ
મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો
SHARE
મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો
મોરબી ક્રાઇમબ્રાંચ-પેરોલ ફર્લો સ્કોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨ માં નોંધાયેલ દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલ.સી.બી.ના પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ વી.જી.માલાણી અને સ્ટાફને મળેલી બાતમીને આધારે પોલીસે રાજસ્થાન ખાતે જઇને ત્યાંથી દારૂના ગુમામાં ચાર વર્ષથી નાશતા ફરતા આરોપાને ઝડપી પાડેલ છે.મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં નોંધેલા દારૂના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી ફરાર આરોપી માંગીલાલ આસુરામ ખાવા જાતે બીશ્નોઇ (ઉ.વ.૩૯) રહે. કોટડાગામ તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાનને રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.દારૂના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપી માંદીલાલની જેતે ગુનામાં તાલુકા પોલીસ દ્રારા અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.