મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા યોજાઈ મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાયેલા યજમાનોને તન, મન અને ધનથી સુખ્યા થવાના મહંતસ્વામી મહારાજે આપ્યા રૂડા આશીર્વાદ મોરબીના લક્ષ્મીનગર ગામેથી ગુમ થયેલ કોલેજીયન યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં ઘૂસી ગયેલા શખ્સને ફાર્મ હાઉસે લઈ જઈને માર મારીને હત્યા કરવાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર વાંકાનેરના પંચાસીયા ગામે યુવાનની હત્યાના કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિવાર સાથે ફોન ઉપર બોલાચાલી બાદ યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબીમાં પરિવાર સાથે ફોન ઉપર બોલાચાલી બાદ યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ઝારખંડનો યુવાન ફોન ઉપર પરિવાર સાથે વાત કરતો હતો દરમિયાન બોલાચાલી થઈ હતી તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ઝાડ સાથે પ્લાસ્ટિકની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જ્યારે મોરબીમાં શ્રદ્ધા પાર્ક સોસાયટી નજીકથી બીમાર હાલતમાં સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા 40 વર્ષના યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે આ બંને બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ડોનાટો વિટ્રીફાઈડ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ટૂનટૂનકુમાર બ્રહ્મદેવરાય નામનો યુવાન મોબાઈલ ફોન ઉપર પોતાના પરિવાર સાથે ઘરે વાત કરતો હતો અને ફોનમાં વાત કરતી વખતે બોલાચાલી થઈ હતી જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે કારખાનાની દિવાલ પાસે સનારીયા મિનરલ્સ તરફ જવાના કાચા માર્ગ ઉપર ઝાડ સાથે પ્લાસ્ટિકની પટ્ટી બાંધીને ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું ઘટના મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની ગુડ્ડુકુમાર સુરેન્દ્રરાય રહે હાલ ડોનાટો કારખાનાના લેબર ક્વાર્ટરમાં મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી કોઈ અજાણ્યા 40 વર્ષની ઉંમરના યુવાનને બીમારી સબબ મોરબીથી રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવી હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેબ તજવીજ ચાલી રહી છે




Latest News