મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયા ગામે યુવાનની હત્યાના કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા


SHARE









વાંકાનેરના પંચાસીયા ગામે યુવાનની હત્યાના કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા

વાંકાનેરના પંચાસીયા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં છોડાવવા ગયેલ પિતા પુત્રને માર માર્યો હતો ત્યારે યુવાનને છરીના ઘા ઝીકી દેતા તેનું મોત નીપજયું હતું જેથી હત્યાના બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી અને આ ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને હત્યાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં એક આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે જયારે મહિલા સહીત બે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

વાંકાનેરના પંચાસીયા ગામે તા. 30/11/21 ના રોજ બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે માથાકૂટ કરી રહેલા લોકોને સમજાવવા જતા મહિલાને કુહાડીના ઘા ઝીકી દીધા હતા અને રાજુભાઈ વલ્લભ કોઢિયા (26)ને છરીના ઘા ઝીકી દીધા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બનેલ હતો આ બનાવની જેતીબેન વલ્લભભાઈ કોઢિયાએ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યુ હતું કે, પંચાસીયા ગામે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં રાજુભાઈ કોઢિયા, વલ્લભભાઈ, બાબુભાઈ નરશીભાઈ, હરેશભાઈ બાબુભાઈને ઈજા થઈ હતી જે પૈકી રાજુભાઈનું ગંભીર ઇજા થઈ હોવાથી મોત નીપજયું હતું આ ગુનામાં પોલીસે આરોપી બાલુભાઈ લાભુભાઈ કોઢિયા, લાભુભાઈ ભલુભાઈ કોઢિયા અને દુધીબેન લાભુભાઈ કોઢિયા રહે ત્રણેય પંચાસીયા વાળાની ધરપકડ કરી હતી અને આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ મિતલકુમાર રસિકલાલ નાદ્પારા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા 28 મૌખિક અને 54 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા અને દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી બાલુભાઈ લાભુભાઈ કોઢિયાને આજીવન કેદની સજા અને 5 હજારનો દંડ કર્યો છે તેમજ આરોપી લાભુભાઈ ભલુભાઈ કોઢિયા અને દુધીબેન લાભુભાઈ કોઢિયાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે આદેશ કર્યો છે. અને બંને આરોપીના નવા જામીન અને જામીન ખત આપવાનો પણ હુકમ કર્યો છે જે 6 માસ સુધી અમલમાં રહેશે




Latest News