મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે  


SHARE









ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે  

ટંકારાના વીરપર ગામે નિરાધાર, અશક્ત અને વૃદ્ધ ગૌવંશના રક્ષણ તથા નિભાવ માટે વીરપર ગામ સમસ્ત તથા શ્રી વીરપર ગૌશાળા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ગૌશાળાના આર્થિક સહયોગાર્થે સોરઠની અમર પ્રેમ અને શૌર્યગાથા રજૂ કરતું ઐતિહાસિક નાટક 'વીર માંગડાવાળો' (યાને ભૂત રોવે ભયંકર) ભજવવામાં આવશે. 
આજના આધુનિક યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકસાહિત્યના પાત્રો જીવંત રહે તેમજ સમાજમાં જીવદયા અને ગૌરક્ષાની ભાવના પ્રબળ બને તેવા શુભ આશયથી આ નાટ્ય પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગામના ઉત્સાહી યુવાનો દ્વારા દિવસ-રાત તનતોડ મહેનત કરી આ નાટક માટે સુંદર સેટિંગ, વસ્ત્રપરિધાન અને સંવાદોની પૂર્વતૈયારીઓ કરવામાં આવી રહી છે. નાટક દ્વારા એકત્ર થનારી તમામ રકમ ગૌશાળામાં રહેતી ગાયોના ઘાસચારા, પીવાના પાણી અને આરોગ્યલક્ષી સારવારના ખર્ચ માટે વાપરવામાં આવશે. જેથી આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારે રાત્રે ૧૦:૦૦ કલાકે શ્રી વીરપર ગૌશાળા ગ્રાઉન્ડમાં નાટક જોવા આવવા માટે સમસ્ત વીરપર ગ્રામજનો તથા વીરપર ગૌશાળા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. અને સર્વે ધર્મપ્રેમી જનતાને ગૌસેવા યજ્ઞમાં સહભાગી બનવા અને કલાકારોનો ઉત્સાહ વધારવા સમયસર આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.




Latest News