મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત


SHARE









વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની ઓરડીમાં મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત: જોધાપર ગામે રહેતી મહિલાનું ઘરે કોઈપણ કારણોસર મોત

વાંકાનેરના સરતાનપર રાતાવીરડા રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના જોધપર ગામે રહેતી મહિલાને એકાદ મહિના પહેલા ડીલેવરી થઈ હતી અને કોઈપણ કારણોસર ગઈકાલે બપોરે તે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવિરડા રોડ ઉપર આવેલ નેક્સ ટાઇલ્સ વરમોરા કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સાલુકોલ રાજપાલ રાવત (23) નામની પરણીતાએ કારખાનામાં આવેલ લેબર કોલોનીની ઓરડીમાં કોઈપણ કારણોસર પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃત હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના પતિ રાજપાલ લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હતો અને તે પોતાના પતિ અને ભાઈ સાથે ત્યાં રહેતી હતી દરમિયાન તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ થઈ હાથ ધરવામાં આવી છે જો કે, મોરબીના જોધપર નદી ગામે રહેતા તમન્નાબેન આશિષભાઈ નીનામા (22) નામની મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને એકાદ મહિના પહેલા તેઓને ડીલેવરી થઈ હતી દરમિયાન ગઈકાલે 12:30 વાગ્યાના કોઈપણ કારણોસર મરણ ગયેલી હાલતમાં તેઓના ઘરેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News