મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE









ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના બંગાવડી ગામે રહેતા વૃદ્ધ વેપારીની દુકાને ઉધારમાં રાશનનો માલ લેવા માટે એક શખ્સ આવ્યો હતો તેને વેપારીએ ઉધારમાં માલ દેવાની ના પાડી હતી જે બાબતે તેને સારું ન લાગતા અન્ય ત્રણ શખ્સોને સ્થળ ઉપર બોલાવ્યા હતા અને ચારેય શખ્સોએ વૃદ્ધ વેપારીને ગાળો આપીને તેની સાથે જપાજપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ માથામાં અને શરીરે ઇજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા અને દુકાન ધરાવતા વેપારી ભાઈલાલભાઈ જીવરાજભાઈ કાનાણી (60)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ સુખલાલ રહે. વાઘજીભાઈ પટેલની વાડીમાં ટિંબડી તાલુકો જોડીયા તથા રાહુલભાઈ સરખુભાઈ, બાબુભાઈ નાથુભાઈ અને અનિલભાઈ રૂમાલસિંગ રહે. ત્રણે બંગાવડી ગામે પ્રફુલભાઈ મેંદપરા ની વાડીએ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દુકાને રાહુલભાઈ સુખલાલ ઉધારમાં રાશન લેવા માટે આવ્યો હતો અને તેને ઉધારમાં રાશન દેવાની ફરિયાદીએ ના પાડી હતી જે બાબતે તેને સારું નહીં લાગતા બાકીના ત્રણ આરોપીઓને ત્યાં બોલાવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને માથાના ભાગે તેમજ શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News