મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો પ્રોફાઇલ એપ્રુવ કરવા રોજગાર કચેરીનો સંપર્ક કરે


SHARE









મોરબી જિલ્લામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો પ્રોફાઇલ એપ્રુવ કરવા રોજગાર કચેરીનો સંપર્ક કરે

જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડાટા અપલોડ કરવામાં આવેલ છે, જેને ઉમેદવારોએ જાતે ચકાસી, આધાર કાર્ડ અને ફોટો અપલોડ કરી પ્રોફાઇલ એપ્રુવ કરવાની રહે છે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ સારી રીતે મળી રહે તે માટે પ્રોફાઇલ એપ્રુવ કરવું જરુરી છે તેથી મોરબી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોએ આગામી તા. ૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરી, નવુ સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

વધુ વિગત માટે કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ અથવા ફોન નં.૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી બી.ડી. જોબાનપુત્રાની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રોજગારલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર લક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home પર  ઉપલબ્ધ થયેલ છે.




Latest News