વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો


SHARE







ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો

શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મેડિકલ કેમ્પનો કુલ મળીને 275 દર્દીઓએ લાભ લીધેલ હતો.  

કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતો અને ત્યારે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવલભાઈ શુક્લ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે અને આ મહોત્સવ સમિતિના સંયોજક વિપુલભાઈ દવે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને ગણપતિ દાદાના પાંડલમાં આયોજિત કેમ્પમાં કેમ્પમાં સારવાર માટે આવેલા દરેક દર્દી નારાયણને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેના માટેની સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.

કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ, તબીબી સલાહ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને નિઃશુલ્ક કન્સલ્ટેશન, X-Ray તથા જરૂરિયાત મુજબ દવાઓ સહિતની સેવાઓનો લાભ 275 દર્દીઓએ લીધો હતો. આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે આયોજક ટીમના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં આવેલ તબીબો તથા સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા જીતુભાઈ એરવાડિયા દ્વારા કરવામાં આવી હતી. આમ ગણેશજીની ભક્તિની સાથે દર્દી નારાયણની સેવાનો સંગમ હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં જોવા મળ્યો હતો.




Latest News