મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ


SHARE





ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ

ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયાની દિવાલ કરેલો હોય તે બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને તેનો ખાર રાખીને બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા મહિલા સાથે બોલાચાલી અને ઝઘડો કરીને જપાજપી કરવામાં આવી હતી તેમજ તેને નીચે પાડી દઈને મુંઢ માર મારીને ઈજા કરી હતી આટલું જ નહીં પરંતુ "તમને બધાને પાડી દેવા છે અને જાનથી મારી નાખવા છે" તેવી ધમકી પણ આપવામાં આવી હતી જ્યારે સામા પક્ષેથી પણ મહિલાએ ફરિયાદ નોંધાવતા મારામારી અને માથાકૂટના આ બનાવમાં પોલીસે સામ સામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામે જુના ટાંકાની સામેના ભાગમાં રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડા (32)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોનલબેન આંબાભાઈ ચાવડા, શાંતાબેન આંબાભાઈ ચાવડા અને મુકેશભાઈ આંબાભાઈ ચાવડા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘરના ફળિયાની દીવાલ કરેલ હોય જે બાબતે જુનો ઝઘડો હતો તેનો ખાર રાખીને સોનલબેન અને શાંતાબેન ફરિયાદી સાથે માથાકૂટ કરીને ગાળો આપી હતી તેમજ ઝપાઝપી કરી હતી અને ફરિયાદીને નીચે પાડી દઈને પગના ભાગે મુંઢ માર મારીને ઈજા કરવામાં આવી હતી ત્યારબાદ આરોપી મુકેશભાઈ ચાવડાએ પોતાના ઘરમાંથી બહાર આવીને ફરિયાદીને કહેલ કે "તમને બધાને પાડી દેવા છે અને જાનથી મારી નાખવા છે" તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી વીરપર ગામે રહેતા શાંતાબેન આંબાભાઈ ચાવડા (57)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવનાબેન મહેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડા, દર્શનાબેન લક્ષ્મણભાઈ ચાવડા અને પ્રીતિબેન લક્ષ્મણભાઈ ચાવડા રહે. બધા વીરપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના ઘરની સામે રહેતા ભાવનાબેનના પતિના ઘરની દિવાલનો જુનો ઝઘડો હતો જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સોનલબેન સાથે ઝઘડો અને માથાકૂટ કરી હતી તેમજ ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને આરોપી ભાવનાબેને ફરિયાદીની દીકરી સાથે ઝપાઝપી કરી હતી અને લક્ષ્મણભાઈએ ફરિયાદીને ગાળો આપીને કહ્યું હતું કે "તમે જગ્યા ખાલી કરી દેજો નહિતર તમને બધાને ઉપાડી લેશું" તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News