વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલાઓ કરી 1.85 લાખની સોનાની બાલીઓની ચોરી


SHARE







વાંકાનેરમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલાઓ કરી 1.85 લાખની સોનાની બાલીઓની ચોરી

વાંકાનેરની મેન બજારમાં આવેલ સોનીની દુકાને બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી ત્યાર બાદ ત્યાં વેપારીની નજર ચૂકવીને સોનાની 65 બાલીઓની ચોરી કરી હતી જેથી 1.85 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની દુકાનદાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

થાન તાલુકાના સરોડી ગામે રહેતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (32)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરની મેઇન બજારમાં નવકાર સિલેક્શન સામે ખુશાલ જ્વેલર્સ નામની સોના ચાંદીની તેઓની દુકાને આવેલી છે અને ત્યાં બે મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને ત્યારે દુકાનદારની નજર ચૂકવીને સોનાની બાલી 65 નંગ જેનો કુલ વજન 14 ગ્રામ અને કિંમત 1.85 લાખ રૂપિયા થાય છે તે સોનાની બાલીની ચોરી કરેલ છે જેથી હાલમાં દુકાનદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી મહિલાઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જુગાર રમતા બે પકડાયા

વાંકાનેરના આરોગ્યનગર એસટી ચોકમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચકલા પોપટનો જુગાર રમતા અજયસિંહ વનરાજસિંહ ઝાલા (35) અને કરણ હસમુખભાઈ લોધા (23) રહે બંને આરોગ્યનગર વાંકાનેર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 950 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News