વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી


SHARE







વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી

વાંકાનેરના કણકોટ ગામે રહેતા અગાઉના મનદુખનો ખાર રાખીને બે પરિવારના લોકો વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી થઈ હતી જેમાં બંને પક્ષેથી લોકોને ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ હતા અને હાલમાં બંને પક્ષેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના કણકોટ ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ સારદિયા (55)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ ભવનભાઈ મકવાણા, પંકજભાઈ અરવિંદભાઈ મકવાણા, નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણા, રવિ અને હકુભાઈ જેસીંગભાઇ સારદિયા રહે. બધા કણકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે છ મહિલા પહેલા ફરિયાદીના ભાણેજ ગોવિંદભાઈ બાબુભાઈ સરવૈયાએ આરોપી અરવિંદભાઈની દીકરી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરેલ હતા જે બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે મનદુઃખ હતું તેનો રોષ રાખીને આરોપી અરવિંદભાઈએ ફરિયાદીના ભાઈ જીવરાજભાઈ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો જેની જીવરાજભાઈએ ફરિયાદીને જાણ કરતા ફરિયાદી તથા સાહે રંજુબેન, અલ્પેશ ઉર્ફે કિશન, જયરાજ અને હાર્દિક તેઓની બોલેરો ગાડી તથા બાઇક લઈને પોતાની વાડીએથી ગામમાં આવેલા મકાન પાસે જીવરાજભાઈને મળવા માટે જતા હતા અને આરોપીઓને સમજાવવા માટે થઈને જતા હતા દરમિયાન ગામના લોકોએ ફરિયાદી તથા સાહેદોને સમજાવીને ઘરે પરત જવા માટેનું કહેતા તેઓ વાડી આવેલ પોતાના મકાને પાછા જવા માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ લાકડાના ધોકા અને પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને અમારી દીકરી આરતીને ભગાડવામાં તમારો હાથ છે તેવું કહીને ફરિયાદી તથા સાહેદોને ગાળો દેવા લાગ્યા હતા ત્યારે ગાળો દેવાની ના પાડતા બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી જેમાં અરવિંદભાઈએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે ડાબા હાથમાં માર મારીને હાથ ભાંગી નાખ્યો હતો તો હકુભાઈએ મારી રાખવાના ઇરાદે સાહેજયરાજભાઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી હેમરેજ કરેલ છે અને સાહેજીવરાજભાઈ, હાર્દિકભાઈ અને અલ્પેશ વચ્ચે પડતા તેઓને પંકજ અને રવિલાકડી તથા પાઇપ વડે માર મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણા (23)જીવરાજભાઈ નાથાભાઈ સારદિયા, રમેશભાઈ નાથાભાઈ સારદિયા, અલ્પેશભાઈ રમેશભાઈ સારદિયા, જયરાજભાઇ જીવરાજભાઈ સારદિયા અને હાર્દિક જીવરાજભાઈ સારદિયા રહે. બધા કણકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીની બહેનને આરોપી જીવરાજભાઈનો ભાણેજ ગોવિંદ ભગાડી ગયેલ હોય જે બાબતે બંને પક્ષ વચ્ચે મનદુખ ચાલુ હતું અને ફરિયાદીના પિતા આરોપી જીવરાજભાઈને આ બાબતે કહેતા હતા તારે આરોપી જીવરાજભાઈએ કહ્યું હતું કે “તારી દીકરીને ભગાડવામાં મારો જ હાથ છે તારાથી થાય તે કરી લે” એવું કહીને આરોપીઓએ લોખંડના ધારિયા અને પાઇપ વડે ફરિયાદી તથા સાહેદ ઉપર હુમલો કર્યો હત અને ધારિયા વડે ફરિયાદીને માર માર્યો હતો ત્યારે ફરિયાદીના પિતા અરવિંદભાઈને માથાના ભાગે તથા હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને પંકજભાઈને માથામાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈને આવ્યા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News