વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો


SHARE







વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો

વાંકાનેરના સરતાનપર ગામની સીમ આવેલ સીરામીક કારખાના પાસે બાઈક ચલાવવા બાબતે પિતા અને પુત્ર ઉપર 6 શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પિતા પુત્રને માથામાં તથા શરીરે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં આવેલ મોટો સ્લીમ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અભિષેક હુકમસિંગ રાજપુત (22)વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજય રઘુભાઈ ગોરાલીયા રહે. ભીમગુડા તથા મુકેશ સુરેશ મગવાનીયા, વિષ્ણુ જુગા મગવાનીયા, સુરેશ વરસીંગ મગવાનીયા, મનહર સુરેશ મગવાનીયા, જુગા વરસિંગ મગવાનીયા રહે. બધા સરતાનપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી વિજય, મુકેશ અને વિષ્ણુએ ફરિયાદી તથા તેના પિતા સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચેલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી અને ફરિયાદીને રોડ ઉપર ઉભો રાખીને લાકડી વડે માર માર્યો હતો તેમજ ડાબી આંખ તથા કપાળના ભાગે ઇજા કરી હતી તેમજ ફરિયાદીના પિતા હુકમસિંગ ભવનસિંરાજપુતને માથાના ભાગે લાકડી મારીને ઇજા કરી હતી જયારે આરોપીઓએ સુરેશ, મનહર અને જુગા ને ફોન કરીને સ્થળ ઉપર બોલાવતા તેઓ પણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેને ગાળો આપીને લાકડી વડે માર્યો હતો જેથી ઈજા પામેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News