વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ


SHARE







હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ

હળવદ તાલુકાના કોયબા ગામના ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે જે વળતર બાબતેની કલેક્ટર દ્વારા છેલ્લે મળેલી એમઆરસી કમિટીની બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર નીતિન માટેના પરિપત્રનો વિરોધ કરીને જેતપર ગામેથી ચાલતા ખેડુત આંદોલન સાથે રહીને સમગ્ર ગુજરાતનું સમાધાન નહીં થાય ત્યાં સુધી કોઈ ખેડૂતને સરકારનો પરિપત્ર મંજૂર નથી અને કોઈ ખેડૂત એમઆરસી કમિટીમાં સહી કરવા રાજી નથી.

ગઈકાલે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે એમઆરસી કમિટીની બેઠક મળી હતી જેમાં હળવદના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ સરકારના તા. 4/7/26 ના ઠરાવની જોગવાઈઓ મુજબ પારદર્શક પદ્ધતિથી નક્કી કરવામાં આવ્યા હતા. અને ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં ત્રણ પૈકી બે ચીઠ્ઠીઓ પસંદ કરવામાં આવી હતી અને તે મુજબ પસંદ થયેલા બંધ કવરો ખોલવામાં આવ્યા હતા. અને આ બંને ભાવોમાં 20 ટકાથી ઓછો તફાવત હતો જેથી બંને ભાવોની સરેરાશના આધારે જમીનના માર્કેટ રેટની ગણતરી કરવામાં આવી હતી. અને પહેલા ખેડૂતોને વિધાના 14.37 લાખ મળતા હતા જે હવે 72.81 લાખ નક્કી થયા છે. આમઅગાઉના ભાવની સરખામણીએ પાંચ ગણાથી પણ વધુ ભાવ નક્કી થયા છે તેવી માહિતી કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી જેનો હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તેઓએ જણાવ્યું છે કે જે વ્યક્તિ આ એમઆરસી કમિટીની બેઠકમાં હાજર રહેલ તે કોયબા ગામના રહેવાસી નથી તેણે કોયબા ગામે વેચાતી જમીન લીધેલી છે. અને એમઆરસી માં જોડાવું તે તેનો વ્યક્તિગત નિર્ણય છે બાકી કોયબા ગામના ખેડૂતો તેની સાથે નથી અને એમઆરસી નો રેટ કે સરકારે નવી વળતર નીતિ માટે જાહેર કરેલ પરિપત્ર તેઓને સ્વીકાર્ય નથી અને જેતપર ગામેથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરા વળતર માટે જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેની સાથે કોયબા ગામના ખેડૂતો જોડાયેલ છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોનું સમાધાન ન થાય ત્યાં સુધી ખેડૂતો કોઈ જગ્યાએ સહી કરવા માટે રાજી નથી તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં કોયબા ગામના ખેડૂતો દ્વારા મૂકીને સરકારના પરિપત્ર અને એમઆરસી કમિટીના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે




Latest News