સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ છે તેવી જ રીતે આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાની ઘાર્મિક કાર્યક્રમ સાથે ભાવેશ્વરી માતાજી તેમજ મહામંડલેશ્વર રાતનેશ્વરી દેવીના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સવારે ગુરુ પૂજન અને દર્શનનો ગુરુ ભક્તોએ લાભ લીધેલ હતો. ત્યાર બાદ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરૂ ભાવેશ્વરી માતાજી)નો સત્સંગ યોજાયો હતો અને ત્યાર બાદ કુંવારીકા પૂજન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યકમો યોજાયો હતો. અને ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. આ ઘાર્મિક કાર્યકમને સફળ બનાવવા માટે ભાવેશ્વરી માતાજી અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના માર્ગદર્શન હેઠળ મુકેશ ભગત, દિલીપ ભગત સહિતના સેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News