સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું


SHARE





રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

મોરબી જિલ્લા બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા અને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી પ્રબળ માગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો હાઇકોર્ટની બેન્ચ રાજકોટ ખાતે આપવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પક્ષકારો, વકીલો સહિતના તમામ લોકોને મોટી રાહત મળી શકે તેમ છે જેથી કરીને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં મોરબી જિલ્લામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમગ્ર સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા લેવલે આજે વકીલો દ્વારા રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની આગેવાની હેઠળ મોરબી બાર એસો. સાથે જોડાયેલા વકીલો કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા અને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાએ જણાવ્યું હતું કે અગાઉ રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ હતી પરંતુ તે બંધ થયા બાદ તેને શરૂ કરવામાં આવી ન હતી જો કે, રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ શરૂ કરવામાં આવે તો પક્ષકારો, વકીલો સહિતનાઓને હાલમાં ન્યાય મેળવવા માટે જે 300 કિલો મીટર સુધી આવું જવું પડતું હોય છે તેમાંથી રાહત મળે તેમ છે તેની સાથો સાથ સસ્તો અને સરળ ન્યાય આપવા માટેનો જે હેતુ છે તે હાલમાં સર થતો નથી જેથી રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તો લોકોને સસ્તો અને સરળ ન્યાય મળી શકે તેમ છે માટે રાજકોટ ખાતે વહેલામાં વહેલી તકે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે




Latest News