ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે


SHARE





મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે

હિમશન આર્ટીસ્ટ ફેડરેશન મોરબી તથા માનવ અધિકાર ફાઉન્ડેશનના સૌજન્યથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની સંગીતપ્રેમી જનતા માટે આગામી તા.૩૧-૭ ને શુક્રવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે અહિંના વૈદેહી પાર્ટી પ્લોટ, રવાપર ગામ પછી ઘુનડા રોડ મોરબી ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરાયેલ છે

સૂર સમ્રાટ, સંગીતના શહેનશાહ “સ્વ.મહમદ રફી સાહેબ” ની પૂણ્યતિથી નિમિત્તે "આજ કી શામ સંગીત કે નામ” કાર્યક્રમ રાખેલ છે.જેમાં 'સાઝ મ્યુઝીકલ બેન્ડ' પરેશ નિમ્બાર્કના સંગાથે મોરબી તથા સૌરાષ્ટ્ર-કચ્છના પ્રસિધ્ધ કલાકારો આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં પોતાનો સૂર દ્રારા સ્વ.મહમદ રફી, સ્વ.મુકેશ, સ્વ.કિશોરકુમાર, સ્વ.લતાજી, સ્વ.આશાજી ના મધુર કંઠે ગવાયેલા ગીતોની સૂરાવલી રેલાવશે. કહેવાય છે કલાકાર હમેશાં શબ્દો અને સ્વર સાથે સદાય જીવંત છે.હિમશન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના સ્થાપક લાલજીભાઈ મહેતા, પ્રમુખ રામભાઈ મહેતા, માનવ અધિકાર ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ મહેતા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News