સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE





હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

હળવદ પત્રકાર એસો. દ્વારા આગામી તા. 2/8/2026 ના રોજ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ રઘુવંશી મહાજન વાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ અને સંકલ્પ કેમ્પનો ત્રિવેણી સંગમ કરવામાં આવેલ છે આ તકે , મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કાંતિભાઈ અમૃતિયા તેમજ કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય, સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

હળવદ પત્રકાર એસો. દ્વારા હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને વૃદ્ધો અને દર્દીઓને રાજકોટ કે મોરબી સુધી ધક્કા ન ખાવા પડે અને પોતાના આંગણે જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ મળી રહે તે માટે યુવાનોને પોતાના પરિવારના વડીલો અને જરૂરિયાતમંદોને કેમ્પ સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે. કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અને દવાઓ આપવામાં આવશે, દર્દીને રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે અને રક્તદાનની સાથે અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવા અને સંકલ્પ ફોર્મ ભરવાનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ડો. સેતુ જાસાણી, ડો. નિલેશ ચૌહાણ, ડો. આકાશ કુંડારિયા, ડો. નેન્સીબેન પટેલ, ડો. વિધિબેન પટેલ, ડો. અંકેશ પટેલ, ડો. અંકિત પટેલ, ડો. નિધિબેન વ્યાસ, ડો. અમિત પટેલ, ડો. હાર્દિકકુમાર હડિયાલ અને  ડો. મિલન માલમપરા સેવા આપવાના છે.




Latest News