મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ


SHARE





તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ

ટંકારા ખાતે રહેતી પરણીતાને તેના પતિએ તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના સાસુ સસરા અને બે નણંદ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવતું હતું જેથી કરીને પરિણીતાએ એસિડ પી લીધું હતું માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાના પિતાતેઓના જમાઈ અને તેના માતા પિતા તેમજ બે બહેનની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોડિયા તાલુકાના બાલંભા ગામના રહેવાસી નટવરલાલ દેવશીભાઈ ચોથાણી (62એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના જમાઈ મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા, જીતેન્દ્રભાઈ ઘેટીયા, રમાબેન ઘેટીયા, અવંતિકાબેન ઘેટીયા તથા જિજ્ઞાસાબેન ઘેટીયા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે તેઓની દીકરી પૂજાના લગ્ન મંથનભાઈ સાથે થયા હતા અને મંથનભાઈ તેમજ તેની બે બહેન અવંતિકાબેન અને જિજ્ઞાસાબેન તેમજ માતા રમાબેન અને પિતા જીતેન્દ્રભાઈ દ્વારા અવારનવાર કામકાજ બાબતે તથા પ્રસંગમાં જવા બાબતે ફરિયાદીની દીકરીને મેણાં ટોણા મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા “તું અમને જોઈતી નથી, તને રાખવી નથી” તેવું કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જ્યારે અન્ય આરોપીઓ દ્વારા ફરિયાદીની દીકરી સાથે અપમાનજનક વર્તન કરી ઝઘડો કરવામાં આવતો હતો જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હાલમાં મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી 




Latest News