ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું


SHARE







મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું

મોરબીમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં મહિલાની સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ તેને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું હતું જેથી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


મૂળ કર્ણાટકના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા ગીતાબેન નાગોશીભાઈ નિરંજની (43) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશભાઈ લાલાભાઇ ચૌહાણ રહે. ઉમિયાનગર મોરબી-2 વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ આરોપીના ઘર પાસે ગયા હતા ત્યારે આરોપીએ તેને જેમ ફાવે તેમ ગાળો આપીને બોલાચાલી કરી હતી ત્યારબાદ ફરિયાદી મહિલાને ઝાપટો મારી હતી અને ડાબા હાથમાં મોટી આંગળીના નખમાં બચકું ભરી લીધું હતું જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી






Latest News