વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા


SHARE







વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા

વાંકાનેરમાં વાંઢા લીમડા ચોકથી લક્ષ્મીપરા ચોકની વચ્ચેના ભાગમાંથી વૃદ્ધ ધોળા દિવસે પોતાના હાથમાં થેલો લઈને જતાં હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા 3 શખ્સ દ્વારા તેની પાસેથી થેલાની માંગણી કરવામાં આવી હતી ત્યારે વૃદ્ધે થેલો આપવાની ના પાડતા તેને ઘેરી લીધા હતા અને બાદમાં વૃદ્ધને નીચે પડી દઈને તેની પાસે રહેલા થેલાની લૂંટ કરવામાં આવી હતી જેથી વૃદ્ધે રોકડા 3000 રૂપિયા તથા ઓળખ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ભરેલા થેલાની લૂંટની ફરીયાદ નોધાવેલ હતી જેના આધારે પોલીસે તપાસ કરીને ચોરાઉ બાઉક સાથે લૂંટ કરનારા 3 બાળ કિશોરને ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ વેલકમ પ્રાઇડ ખાતે રહેતા હીરાલાલ નાનજીભાઈ વિડજા (65) નામના વૃદ્ધે વાંકનેર સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ વાંઢા લીમડા ચોકથી લક્ષ્મીપરા ચોક વચ્ચેથી ચાલીને તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક લઈને અજાણ્યા 3 શખ્સો તેની પાસે આવ્યા હતા અને ફરિયાદીના હાથમાં રહેલા થેલાની માંગણી કરી હતી જે થેલો આપવાની વૃદ્ધે ના પડી હતી જેથી 3 શખ્સોએ તેને ઘેરી લીધા હતા ત્યાર બાદ વૃદ્ધ પાસેથી થેલાને ઝૂંટવી લેવા માટે જપજપી કરી હતી આ ને વૃદ્ધને નીચે પાડી દીધા બાદમાં થેલાની લૂંટ કરીને આ શખ્સો નાશી ગયા હતા જેથી થેલામાં રોકડા 3000 રૂપિયા, ઓળખકાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ રાખેલા હોય તેની લૂંટ કરવામાં આવેલ છે તેવી વૃદ્ધ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ 3 બાળ કિશોરોને ઝડપી લીધેલ છે અને તેની પાસેથી થેલામાં ગયેલા રોકડ ૩૦૦૦ રૂપિયા, 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને 60 હજારની કિંમતના બે બાઇક આમ કુલ મળીને 68 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને આ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક ભાવનગર જિલ્લાના ભમરીયા ગામ પાસેથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે આટલું જ નહીં જે ત્રણ બાળ કિશોર પકડાયેલ છે તે પૈકીનો એક બાળ કિશોર અગાઉ મોરબી તાલુકામાં હત્યાના ગુનામાં અને બાકીના બે બાળ કિશોરો રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.




Latest News