મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો


SHARE





વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં હરિહર ગૌશાળા આવેલી છે આ ગૌશાળમાં દીપડાએ ધામા નાખ્યા હતા અને ત્યાં એક વાછરડીનું મારણ કર્યું હતું જેથી કરીને બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકામાં આવેલ ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડા આંટા ફેરા કરતાં હોય છે તેવામાં એક દીપડાએ હરિહર ગૌશાળામાં ઘુસી ગયો હતો અને ત્યાં દીપડાએ વાછરડીનું મરણ કર્યું હતું જેથી કરીને ગૌશાળાના સંચાલક દ્વારા આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે અને હાલમાં ફોરેસ્ટ વિભાગના મોનાલીબેન ક્ચોટે પાસેથી મળતી માહિતી મુજબ ગૌશાળામાં દીપડાએ મારણ કર્યું છે તે વાત ધ્યાન ઉપર આવેલ છે જેથી દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવી રહ્યું છે અત્રે ઉલેખનીય છેકે, દીપડાએ વાછરડીનું મરણ કર્યું છે અને તે હાલમાં પકડાયેલ નથી જેથી આ ગૌશાળાની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




Latest News