મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE





મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

વર્તમાન સમયમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે ત્યારે તનાવ મુક્તિ માટે રાજ્યોગ અને ધ્યાનનું મહત્વ અનિવાર્ય બની જાય છે ત્યારે બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિદ્યા વિશ્વવિદ્યાલય દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવના પ્રસરે તે માટે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં તા. 16, 17 અને 18 જુલાઈના રોજ જુદા જુદા કાર્યક્રમો જુદી-જુદી સંસ્થાઓ સાથે જુદી જગ્યાયોજાયા હતા જેમાં નવયુગ કોલેજ, સિનિયર સિટીઝન, કન્યા છાત્રાલય, જુદીજુદી કંપની, શિશુ મંદિર, બાલવાટિકા, પોલીસ ઓફિસર, ડોકટર, વકીલો, મહાપાલિકા ઓફિસ, કલેકટર ઓફિસ વિગેરે જગ્યા ઉપર કાર્યક્રમ યોજાયા હતા અને બ્રહ્માકુમારીઝ મોરબીના ઇન્ચાર્જ બીકે અલકા દીદી, ઉમા દીદી, નિમિષા દીદી, જુલી દીદી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે અમદાવાદથી ભારતી દીદી, તેજલ દીદી, સ્વાતિબેન તેમજ બોમ્બેથી ઉજ્વલા દીદી અને સંતોષભાઈ વગેરે મોરબી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો, અધિકારીઓ, કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો વગેરેને માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં પોતાના કર્મ, વ્યવહાર અને આદર્શને ઊંચા બનાવવા માટે થઈને પ્રેરણા આપી હતી




Latest News