મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

હળવદમાં નર્મદની કેનાલમાં પડીને દિવ્યાંગ યુવાને કર્યો આપઘાત: દેવળીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE





હળવદમાં નર્મદની કેનાલમાં પડીને દિવ્યાંગ યુવાને કર્યો આપઘાત: દેવળીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત

હળવદના ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતો યુવાન હાથે પગે દિવ્યાંગ હોવાના કારણે તેને મનોમન લાગી આવતા તે યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું જ્યારે દેવળિયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

હળવદમાં આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ઝવેરભાઈ કંઝારીયા (26) નામનો યુવાન બંને હાથે તથા પગેથી દિવ્યાંગ હોય તે બાબતનું તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે હળવદની મોરબી ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાનલ લીધે તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ સંદીપભાઈ ઝવેરભાઈ કંઝરિયા (21) રહે. ઉમિયા પાર્ક સોસાયટી હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પંડિતભાઈ નાયકની 15 વર્ષની દીકરી નિશાબેને કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનુ મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News