ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી


SHARE





મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી
શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘનાના આંગણે તા.૧૯ ને રવિવારે ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ.પૂ.ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પૂ.ગુરુદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ.શ્રી કોમલકુમારી મહાસતીજી અને પૂ. શ્રી એકતાકુમારીજી મહાસતીજીનું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું છે.પૂ.ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદ ની લાગણી ફેલાયેલી છે.
 
પૂ. ગુરુદેવનો પ્રવેશ સંઘના ઉપપ્રમુખ ઉર્મિલાબેનના નિવાસ સ્થાનેથી (મહેન્દ્રડ્રાઈવ રોડ) સવારે ૮.૦૦  કલાકે પ્રસ્થાન કરી ૮.૩૦ કલાકે શ્રી સ્થા. જૈન સંઘ સોની બઝાર ઉપાશ્રયમાં પધારશે.ત્યારબાદ વિશાશ્રી માળી વણિક વાડીમાં ધાર્મિક કાર્યક્રમો બાદ વ્યાખ્યાન માંગલિક ફરમાવશે.પૂ. મહાસતીજીઑનો મંગલ પ્રવેશ કાર્યક્રમ તા.૨૦ ને સોમવારે સવારે ૭.૩૦ કલાકે સોની બઝાર ઉપાશ્રયથી પ્રસ્થાન કરી શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળામાં જય નાદ સાથે ૮.૧૫ કલાકે પધારશે.ઉપરોકત કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓને પધારવા બંને સંઘની એક યાદીમાં જણાવેલ છે.



Latest News