વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી


SHARE







વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી

આજના સોશિયલ મીડિયાના યુગમાં ક્ષણિક લાગણીઓના આધારે બંધાતા સંબંધો કયારેક વ્યકિત અને પરિવાર બંને માટે મુશ્કેલીઓ સર્જતા હોય છે. જોકે વાંકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમયસર કરાયેલા કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શનથી એક યુવતીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી હતી અને તે પરિવાર સાથે પુન: જોડાઈ હતી.

 આ ઘટના સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. મળતી માહિતી મુજબ એક અવિવાહિત યુવતી સોશિયલ મીડિયા મારફતે પરિણીત અને બે બાળકોના પિતા સાથે પ્રેમ સંબંધમાં આવી હતી. પરિવારને જાણ થતા મામલો બીપીએસસી વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર સુધી પહોંચ્યો હતો. કેન્દ્રના કાઉન્સેલર તેજલબા ગઢવી અને વનીતાબેન સોલંકીએ યુવતી સાથે ધીરજપૂર્વક કાઉન્સેલીંગ કરી સંબંધના લાંબા ગાળાના પરિણામો, પરિવારનું મહત્વ, પોતાની કારકીર્દી, ભવિષ્ય અને સામાજીક જવાબદારીઓ અંગે સમજણ આપી. સતત માર્ગદર્શનના પરિણામે યુવતીએ પરિપકવ નિર્ણય લઈ પરિવાર સાથે પુન: જોડાવાની સંમતી વ્યકત કરી હતી.આ ઘટનાથી માત્ર એક પરિવાર વિખૂટો પડતો અટકયો હતો. એટલું જ નહીં, પરંતુ યુવતીના ઉજજવળ ભવિષ્ય માટે પણ નવી આશાનું કિરણ પ્રગટયું. મહિલા સહાયતા કેન્દ્ર ઘરેલું વિવાદો, લગ્ન પહેલા અને બાદના મતભેદો, લીવ-ઈન સંબંધો તેમજ અન્ય પારિવારીક અને સામાજીક પ્રશ્ર્નોમાં નિ:શુલ્ક કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપી અનેક પરિવારોને સંવાદ અને સમાધાનનો માર્ગ બતાવી રહ્યું છે.

 આ ઘટના યુવા પેઢી અને માતા-પિતા બંને માટે સકારાત્મક સંદેશ આપે છે કે સોશિયલ મીડિયા પર બંધાતા સંબંધોમાં ઉતાવળને બદલે સમજદારી અને જવાબદારી સાથે નિર્ણય લેવો જરૂરી છે. પરિવાર સાથે ખુલ્લો સંવાદ અને યોગ્ય માર્ગદર્શન અનેક મુશ્કેલીઓને સમયસર અટકાવી શકે છે. પ્રેમ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ દરેક સંબંધ વિશ્ર્વાસ, જવાબદારી અને સમજદારીના પાયા પર જ ટકી શકે છે. ક્ષણિક લાગણીઓ કરતા પરિવાર, ભવિષ્ય અને પોતાના જીવનના હિતને પ્રાથમિકતા આપવી એ જ સાચો અને પરિપકવ નિર્ણય છે




Latest News