અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE





મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા

રામેશ્વર પાર્કના યુવાનનું અપહરણ કરી નાણા પડાવી લીધા

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન શહેરના શનાળા રોડ ઉપરના જીઆઇડીસીના ખુણા પાસેથી પસાર થઇ રહેલા રઘુવીરસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ. 33, રહે. યદુનંદન પાર્ક શેરી નંબર-19)ને વાહન સાથે અટકાવી ઝડતી લેતા તેની પાસેથી દારુની આઠ બોલટો મળી આવી હતી જેની કિંમત રુા.2280નો દારુ તથા વાહન મળી રુા.32,280ની મતા સાથે તેને પકડવામાં આવ્યો હતો.

તે આ બોટલો ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ કરતા બ્રીજરાજસિંહ જાડેજા (ઉ.વ. 23, રહે. સતવારા બોર્ડિંગ પાસે, પરસોતમ ચકો વિસ્તાર રવાપર રોડ)નું નામ સામે આવતા તેને ત્યાંથી દારુની વધુ એક બોટલ રૂ.1085 ની મતા મળી આવતા બંને સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કડીઓ મેળવવા સ્ટાફના એસ.પી. દાફડાએ વધુ તપાસ હાથ ધરેલ છે.જ્યારે મોરબી-હળવદ રોડ ઉંચી માંડલ પાસેના ઓરીન્ડા શિરામાકના લેબર ક્વાટરમાં રહી મજુરી કામ કરતા અનુભાઇ વિક્રમભાઇને ઉંચી માંડલ પાસેથી અટકાવી પોલીસે તપાસ કરતાં દારુની એક બોટલ કિંમત રૂ.500 ની મળી આવતા તેની સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

મારામારી-અપહરણ
મોરબીના રામેશ્વર પાર્ક ખાતે રહેતા અનિલભાઇ ધનજીભાઇ મનીપરા નામનો યુવાન સબ જેલ ચોક પાસે હતો ત્યારે ત્યાં શબ્બીર જામ, શાહરુખ મોવર તથા ચાર અજાણ્યા માણસોએ તેને કારમાં ધ્રાંગધ્રા ખાતે લઇ જઇને તેની પાસેથી રુા.1,20,000 લઇને માર માર્યો હતો.બાદમાં હળવદ ચોકડીએ ઉતારી દીધો હોવાનું ભોગ બનનાર અનિલ મનીપરાએ જણાવેલ હોય તેને સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો. પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. જ્યારે વાંકાનેરની સમીરભાઇ તાગુંદીનભાઇને પત્ની સાથે ઝઘડામાં મારામારીની ઇજા થતાં સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યો હતો.

સગીરા દવા પી ગઇ
ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા પરિવારની રવિનાબેન મણીયાભાઇ નામની સગીરા કોઇ કારણોસર દવા પી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી. જ્યારે બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપરના કોચીન સિરામીક પાસે રહીને મજુરી કામ કરતા રાજસ્થાનના વિરેન્દ્રભાઇ ગુર્જર નામના યુવાને કોઇ કારણોસર જાતે છરી વડે ઇજા કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત
માળીયા (મીં)ના વેણાસર ગામે રહેતો સહદેવ સુરેશભાઇ ગામેચા (16) નામનો યુવાન લાઇક લઇને જતો હતો ત્યારે વાહન સ્લીપ થઇ જતા સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયો હતો. જ્યારે હળવદના ચરાડવા ગામે સાપ કરડી જતા ક્રિષ્નાભાઇ અનિલ રાઠવા (15)ને સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ ધ્રાંગધ્રાના નારડી ગામે ચાલુ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલ અજય સુખાભાઇ ધામેચા (10) નામના બાળકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને માળીયા મીં.ના હરીપર ગામની પાસે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં જયેશ વરસીંગ ગોયેલ (30) તથા આશરે ત્રીસેક વર્ષનો અજાણ્યો યુવાન બંને રહે. દાદાશ્રીનગરને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News