વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી

હળવદના ઢવાણા ગામે રહેતા યુવાનના પિતાની હત્યા કરવામાં આવી હતી જેનો કેસ પાછો ખેંચી લેવા માટે યુવાનને કહ્યું હતું ત્યારે યુવાને કેસ પાછો ખેંચવાની ના પડી હતી જેથી બે શખ્સો દ્વારા તેને ગાળો આપીને હાથે પગે ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી તથા મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદના ઢવાણા ગામે રહેતા વિશાલભાઈ વેરશીભાઈ દુધરેજીયા (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલ સુરેશભાઈ છોગાળા અને રમેશ ઠાકરશીભાઈ છોગાળા રહે. બંને ઢવાણા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતાની હત્યા થઈ હતી જેનો કેસ પાછો ખેંચી લેવા માટે મેહુલ છોગાળાએ કહ્યું હતું ત્યારે ફરિયાદીએ કેસ પાછો ખેંચવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા રમેશ છોગાળાએ ગાળો આપી હતી માટે ફરિયાદીએ ગાળો બોલવાની તેને ના પડી હતી જેથી રમેશ છોગાળાએ ફરિયાદીને પગના ભાગે ધોકા વડે માર માર્યો હતો અને મેહુલ છોગાળાએ ધોકા વડે ફરિયાદીને હાથ ઉપર માર મારીને ઈજા કરવામાં આવી હતી તેમજ બંને શખ્સોએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

જાહેરનામાના ભાંગના બે ગુના નોંધાયા

હળવદમાં કામે રાખેલા શ્રમિકો ની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી તેમજ તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસને માહિતી આપવામાં આવી ન હતી જેથી કરીને શ્રમિકોને કામે રાખનાર મયુદ્દીનભાઈ રહીમભાઈ લોલાડીયા (38) રહે. રેલવે સ્ટેશન નજીક પોસ્ટ ઓફિસ પાસે હળવદ અને અશોકભાઈ શાંતિલાલ સંતોકી (48) રહે. સરા રોડ નંદન બંગલોઝ મકાન નંબર 58 હળવદ વાળાની સામે જાહેરનામા ભંગના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી 




Latest News