સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડે કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃધ્ધનું મોત


SHARE





ટંકારાના લતીપર રોડે કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃધ્ધનું મોત

ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સત્યાર્થ પોલિપેક નામના કારખાના સામેથી સ્કૂટર લઈને વૃદ્ધ પસાર થઇ રહ્યા હતા ત્યારે તેના સ્કૂટરને પાછળથી કાર ચાલકે ટક્કર મારી હતી માટે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃત્યુ પામેલા વૃદ્ધના દિકરાની ફરિયાદ લઈને હાલમાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીબડી ગામના રહેવાસી ઉપેન્દ્રસિંહ સવુભા જાડેજા (ઉમર ૩૧) એ હાલમાં મારુતિ સ્વિફ્ટ કાર નંબર જીજે ૨૩ એચ ૨૬૮૭ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારાની લતિપર ચોકડી પાસેથી ટંકારા નજીક આવેલ સત્યાર્થ પોલિપેક નામના કારખાના પાસેથી તેઓના પિતા સવુભા હઠુભા જાડેજા (ઉંમર ૫૮) પોતાનું બજાજ સ્કુટર નંબર જીજે ૩ એચએચ ૫૨૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના સ્કૂટરને પાછળથી કાર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ફરિયાદીના પિતાને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હાલમાં ઉપેન્દ્રસિંહ જાડેજાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News